કરોડપતિ-અબજપતિ બનાવવા માટે સેમિનાર, પુસ્તકો અને ફિલ્મોની ભરમાર છે મને ખુશી છે કે, આની વચ્ચે એક સારો મેનેજર બનવા માટે પુસ્તક આવી ગઈ છે. દેશી મેનેજર બનાવવાની સાથે-સાથે આ પુસ્તક સમાજ અને દેશની જરૂરિયાતને પણ પૂરી કરે છે.
પુસ્તકે એવા અનેક વિષયોને પ્રસ્તુત કર્યા છે, જે કોઈપણ વ્યક્તિના જીવનને સફળ બનાવી શકે છે જેમ કે, 'વિરોધ ક્યાં સુધી કરવામાં આવે?', 'નોકરીમાં નખરાં નહીં ', 'જે પણ ટીમમાં આવી ગયા, એ જ શ્રેષ્ઠ છે એની પાસેથી સર્વશ્રેષ્ઠ કેવી રીતે કાઢવામાં આવે?', 'ઘમંડ વગર પોતાના કામને વરિષ્ઠ અધિકારીની સામે લાવવું' વગેરે સાધારણ વાક્ય મનને ઝંઝોળીને પૂર્વાગ્રહ નષ્ટ કરી દે છે.
'દેશી મેનેજર' વગર ભારત દેશ વિશ્વના અગ્રણીય આર્થિક દેશોમાં સ્થાયી સ્થાન નથી બનાવી શકતો. આ આજના સમયની માંગ છે અને જયાં સુધી મેનેજરોની માંગ રહેશે, ત્યાં સુધી પુસ્તકની જરૂર રહેશે.